કેડો અમે કેમ મેલીએ..૨/૧૨

કેડો અમે કેમ મેલીએ, રીત લાગે તે લેશું ;દાણ લીધા વિના સુંદરી, જાવા નવ દેશું.              
જોબન-ધનના જોરથી, થઇ છો મસ્તાની ;દહાડી ચોરી મારું દાણલું, જાતી'તી છાની.               ર
આજ મળી છું એકલી, મહીડું નહીં મેલું ;દાણ અમારું ચોરતાં, શું જાણ્યું'તું પેહેલું.         
કોરે રહેજો કાનજી, જોયા જેવું થાશે ;રહીએ રાજાના રાજમાં, લૂંટી નહીં લેવાશે.         
મુખડું સંભાળીને બોલીયે, મ કરો જોરાજોરી ;દીઠા વિના નવ નાખીએ, કોઇ ઉપર ચોરી.  
દુરિજન લોકડાં દેખશે, થાશે નામચું ઠાલું ;બ્રહ્માનંદ કહે વાલમજી, મહી ટાંક ન આલું.     ૬ 

મૂળ પદ

ગોરસ લઇને ગોપિકા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી