ટાંક લેવું નથી માહરે મટુકી લેવી બાધી ..૩/૧૨

ટાંક લેવું નથી માહરે, મટુકી લેવી બાધી ;
ઉભી રહે અલબેલડી, આજ ખોળતાં લાધી. 1
તું તો કેને નથી માનતી, મછરાળી મનમાં ;
ઉપર પ્રગટ દેખાય છે, હલકાઇ તારા તનમાં.
બીક દેખાડે છેકંસની, તું ભરાણી છો બળમાં ;
કૂડા બોલી કામની, બોલે છે છળમાં. 3
રહોરહો હુંતમયે ઓળખું, હમણાં થયા દાણી ;
એવું બોલો છો આકરું, કાના શું જાણી. 4
અમતે તેં હલકાં દીઠડાં, તમે લક્ષણના ભારી ;
રસિયાજી નવ રોકીયે, વનમાં પરનારી. 5
કૂડાબોલી હું કામની, તમે સાચનું ગાડું ;
બ્રહ્માનંદ કહે વઢવા જેવું, શીદ બોલો છો આડું. 6

મૂળ પદ

ગોરસ લઇને ગોપિકા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી