છેલ છબીલે સાંભળી વિનતાની વાણી..૮/૧૨

છેલ છબીલે સાંભળી, વિનતાની વાણી ; રીસ ચડી વ્રજરાજને, મસ્તાની જાણી.    
જોર કરીને જાદવે, મહી મટુકી ઉતારી ;મોહનજી મહી લૂટીયું, જોઇ રહી મહીઆરી.       
કોડીલે વર કાનજી, મનગમતું કીધું ;મહી મટુકી માંહીથી, પોતે પૂરણ પીધું.   
પાયું પછે સરવે સાથને, મનુવાર કરીનેઘેલે થઇ ગોવાળીએ, પીધું પેટ ભરીને ;  
બીજું તે ઢોળી નાંખીયું, મહી મટુકી ફોડી ;ફાડી તે નવરંગ ચૂંનડી, વળી બાંહ્ય મરોડી.      
મનમાં રીસાણી માનની, કાંઇ દાવ ન લાગે ;બ્રહ્માનંદ કહે રાવ ગઇ, જશોદાને આગે.  ૬ 

મૂળ પદ

ગોરસ લઇને ગોપિકા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી