મુખથી બોલ્યા માવજી અતિ સુંદર વાણી..૧૨/૧૨

મુખથી બોલ્યા માવજી, અતિ સુંદર વાણી ;
ગાળ્યું દે છે ગ્વાલણી, નાનો મુને જાણી. 1
કૂડું કાંઇ નથી બોલતો, માનો સાચું માડી ;
વનમાં આવી વિનતા, મુને ખીજવે દાડી.
મરમ કરી કરમાંહ્યથી, લે મોરલી ઝુંટી ;
મીઠું બોલે મુખથી, ભરે આવીને ચૂંટી. 3
મછર ભરી મહીયારડી, મસ્તાની ડોલે ;
વનમાં દેખી એકલો, મને ગાળ્યું બોલે. 4
સરવે મળીને સુંદરી, કરે ઠેકડી મારી ;
ગુર્જરી ગોકુલ ગામની, છે નિર્લજ નારી. 5
બ્રહ્માનંદ કહે લીધાં વારણાં, જશોદાયે ઉઠી ;
સાચા ઠર્યા શામળા, થઇ ગ્વાલણી જૂઠી. 6

મૂળ પદ

ગોરસ લઇને ગોપિકા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


વડતાલે આવ્યા સખી શ્યામળો
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


વડતાલે આવ્યા સખી શ્યામળો
Studio
Audio
0
0