એ વાત કહું વહાલાની રે ચિત્ત દઇ સાંભળ, સાહેલી ..૩/૧૨

 

એ વાત કહું વહાલાની રે, ચિત્ત દઇ સાંભળ, સાહેલી ;
લટકાળા નંદલાલાની રે, ચિત્ત દઇ સાંભળ, સાહેલી. ટેક.
એ છે સાંભળવા જેવી રે, ચિ0 સુણી અંતર ધારી લેવી રે. ચિ0 1
એક વાત અલૌકિક રૂડી રે, ચિ0 એમાં રંચ મ જાણો કૂડીરે. ચિ0 ર
એવું ચરીત્ર કર્યું વનમાળી રે, ચિ0 હું કહું છું નયણે ભાળી રે. ચિ0 3
મેં નૌતમ કોતક જોયું રે, ચિ0 જોતાંમાં ચિત્ત મારું મોયું રે. ચિ0 4
બ્રહ્માનંદ કહે ગોપી સાથેરે, ચિ0 કીધો ખ્યાલ અલૌકિક નાથે રે. ચિ0 5

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી