એક દિન જમુના તટ આવી રે કૌતક કીધું કાનુડે..૪/૧૨

 

એક દિન જમુના તટ આવી રે, કૌતક કીધું કાનડે ;
સરવે ગોપીને બોલાવી રે, કૌતક કીધું કાનડે. ટેક.
બે ગ્વાલ તે સાથે હુતા રે, કૌ0 ત્યાં ખબર લેઇને પો'તા રે. કૌ0 ૧
કહે સખીયું કયાંથી આવ્યા રે, કૌ0 કાંઇ વહાલાની સુધ લાવ્યા રે. કૌ0 ૨
તેણે વાત કહી વિસ્તારી રે, કૌ0 સુણી ન્યાલ થઇ વ્રજનારી રે. કૌ0 ૩
કહ્યું એક સખીને છાનું રે, કૌ0 લેઇ જાઓ તમારું બાનું રે. કૌ0 ૪
સુણી ગોપી આનંદ પામી રે, કૌ0 તેડયા બ્રહ્માનંદના સ્વામી રે. કૌ0 ૫

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી