આપણ સૌ ભેળાં થઇને રે ચાલો સખીઓ ! ચોંપેશું..૫/૧૨

૧૬૯૬     પદ  :  પ     

આપણ સૌ ભેળાં થઇને રે, ચાલો સખીઓ ! ચોંપેશું ;          

એક સાજ સખીનો લઇને રે, ચાલો સખીઓ ચોંપેશું.                    ટેક.

આજ કૌતક નૌતમ કરશે રે, ચા૦ વહાલો વેશ સખીનો ધરશે રે.   ચા૦ ૧

સર્વે ભેળી થઇ પરીઆણી રે, ચા૦ માંહી મરમ સુણી મુસકાણી રે.  ચા૦ ર

શણગાર લઇ એક સારો રે, ચા૦ આજ પ્યારી બનશે પ્યારો રે.       ચા૦ ૩

આજ રમશું ભેળાં થઇને રે, ચા૦ બોલાવીશું બાઇ કહીને રે.          ચા૦ ૪

એનું નામ રાધિકા ધરશું રે, ચા૦ બ્રહ્માનંદ આનંદ કરશું રે.            ચા૦ પ 

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી