ચાલી જુવતી જુથ મળીને રે મળવા કાજે મોહનને..૬/૧૨

ચાલી જુવતી જુથ મળીને રે, મળવા કાજે મોહનને ;     
રહ્યો મુખ પર રંગ ઢળીને રે, મળવા કાજે મોહનને.       ટેક.
લઇમિષ પાણી ભરવાનું રે, મ0 માંહી કામ બીજું કરવાનું રે.       મ0 ૧
મેલી કુંભ અનોપમ માથે રે, મ0 ચાલી તાળી દેતી હાથે રે.        મ0 ૨
મનમોહન રંગમાતી રે, મ0 ગઇ મંગળ ગાતી ગાતી રે.    મ0 ૩
જ્યાં બેઠાતા મોરારી રે, મ0 ત્યાં પોંતી સરવે નારી રે.     મ0 ૪
રહી ચરણે માથાં નામી રે, મ0 ભેટ્યા બ્રહ્માનંદનો સ્વામી રે.      મ0 ૫ 

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી