ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યાં રે, ગોપી બનિયા ગિરધારી ૭/૧૨

ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યાં રે, ગોપી બનિયા ગિરધારી;
	વાલે લાલ વસ્ત્ર તન ધાર્યાં રે, ગોપી બનિયા ગિરધારી-૧
પે’ર્યો ઘાઘરડો ઘેરાળો રે-ગો૦ શોભે કંચુવો કામણગારો રે-ગો૦ ૨
શિર ગૂંથ્યું પટિયા પાડી રે-ગો૦ નવરંગી ઓઢાડી સાડી રે-ગો૦ ૩
શુભ ફૂલડે ગૂંથી વેણી રે-ગો૦ થયા મોહન મૃગાનેણી રે-ગો૦ ૪
પે’ર્યાં સર્વે સખીનાં ઘરેણાં રે-ગો૦ શુભ કાજળે સાર્યાં નેણાં રે-ગો૦ ૫
કહે બ્રહ્માનંદ અતિ શોભે રે-ગો૦ જોઈ સખિયોનાં મન લોભે રે-ગો૦ ૬
 

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી