જશોદા કહે કહો સમ ખાઇને રે સાચું બોલો વ્રજનારી..૧૨/૧૨

જશોદા કહે કહો સમ ખાઇને રે, સાચું બોલો વ્રજનારી ;  
કયાંથી લાવ્યાં આ બાઇને રે, સાચું બોલો વ્રજનારી.       ટેક.
મારા મનમાં પેઠી ભ્રાંતિ રે, સા0 વગડામાં કન્યા કયાંથી રે.        સા0 ૧
હોય સૌને છોરૂ પ્યારાં રે, સા0 કુણ કાઢી મેલે બહારાં રે.   સા0 ૨
પછે ઘૂંઘટ ખોલી જોયું રે, સા0 જોઇ મન માતાનું મોહ્યું રે.         સા0 ૩
કાંઇ છળ નવ રહ્યો છાનો રે, સા0 થયા કન્યામાંથી કાનો રે.      સા0 ૪
એવો ખ્યાલ કર્યો મોરારી રે, સા0 જાયે બ્રહ્માનંદ બલિહારી રે.     સા0 ૫ 

મૂળ પદ

સુણ વાત કહું સાહેલી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી