તારો જોરો વધ્યો છે તે હું જાણું રે..૬/૮

તારો જોરો વધ્યો છે તે હું જાણું રે, હમણાં તારે થયું છે દુઝાણું રે. 1
મહી-માંખણ ખાઇને થયો જાડો રે, ત્યારે દોડી દોડી આવે એમ આડો રે.
બહુ મોટાં મોટાં વેણ મુખ બોલે રે, ત્યારે હજી કુંવારો કેમ ડોલે રે. 3
મથુરાથી આવ્યો છે છાનો નાસી રે, આંહીં થઇને બેઠો છે મેવાસી રે. 4
બ્રહ્માનંદ કહે નહીં લાજ તારે રે, પેટ સાટે પરાઇ ગાય ચારે રે. 5

મૂળ પદ

મઘ્‍ય રાતે વહાલાની વેણ વાગી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી