કારમો થઇ બેઠો તું દાણી રે નથી બોલતી હું નંદનો જાણી રે..૭/૮

કારમો થઇ બેઠો તું દાણી રે, નથી બોલતી હું નંદનો જાણી રે.            
એવું બોલે શું જાણીને બળમાં રે, ગાયું ચારવા રાખ્યો ગોકુળમાં રે.               
તુને કન્યા કુણે નવ આલી રે, ઠગાઇ કરે છેઠાલી ઠાલી રે.                        
કયાંઇક ઘરજમાઇ રહી ગાયું દો'શો રે, ત્યારે કદીક કન્યાનું મુખ જોશો રે. 
કહે બ્રહ્માનંદ જાણીને હું આવી રે, શું કહાડીશ ઘણેરું કે'વરાવી રે.          ૫ 

મૂળ પદ

મઘ્‍ય રાતે વહાલાની વેણ વાગી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી