છોગાવાળો છેલ, જોને બેની..૨/૮

છોગાવાળો છેલ, જોને બેની ! છોગાવાળો છેલ.    ટેક.
હરતો ને ફરતો છેડ કરે છે, નિત્ય ફરે છે મારી ગેલ.      જો0 ૧
જળ જમુનાનો આરો રોકે છે, ઝાઝી કરે છે વનમાં જેલ.    જો0 ૨
અરે ગોકુલમાં કેમ રેહેવાશે, એના એવડાફેલ.     જો0૩
બ્રહ્માનંદનો વહાલો અધરાતે, છાનો આવે છે મારે મેહેલ.  જો0 ૪ 

મૂળ પદ

મોરલી મહા વન માંહ્ય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી