કાનુડાની કેડ, જાઇશ હું તો કાનુડાની કેડ..૮/૮

 

કાનડાની કેડ, જાઇશ હું તો કાનડાની કેડ. ટેક.
ઘેલી થઇ મારે ઠા નહીં ચિત્તનો, મ કરીશ માડી ! છેડ. જા0 1
એ સંગ જાતાં જે કોઇ વારે, તેથી કરીશ વઢવેડ. જા0 ર
રસિયા સંગે જમવું ને રમવું, ખુબ પાકી છે મારે ખેડ. જા0 3
બ્રહ્માનંદના સ્વામીને સંગે, રંગની તે રેડારેડ. જા0 4

મૂળ પદ

મોરલી મહા વન માંહ્ય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી