હવે કહું ડાબા ચરણના ચિહ્ન રે૧૦/૧૬

હવે કહું ડાબા ચરણના ચિહ્ન રે,
ધ્યાને ધારે જે હોય ભકત પ્રવિણ રે...૧
કળશને ધ્યાને ધારે જન મારા રે,
માનું એને મારા દાસ અતિ પ્યારા રે...૨
ચડે જેમ કળશ શિખર પર રે,
એમ એને પહોંચાડું અક્ષરઘર રે...૩
ભર્યો હોય કળશ અમૃતે જેમ રે,
ભરુ એના હૈયે દિવ્યરસ તેમ રે...૪
કરી પૂર્ણ કરાવું મંગળકામ રે,
બોલ્યા વાલો જ્ઞાનજીવનના શ્યામ રે...૫

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી