અર્ધચદ્ર ધ્યાને ધારે કોઇ પ્રેમી રે૧૧/૧૬

અર્ધચંદ્ર ધ્યાને ધારે કોઇ પ્રેમી રે, 

એને અમે ખામી ન રાખીએ કેની રે.
અંતરેથી કાઢુ અજ્ઞાન અંધારુ રે, 
જ્ઞાનરૂપી આપું અજવાળું સારુ રે...      
ચંદ્ર જેવી શિતળતા નિર્મળતા રે, 
તાપ ટાળી આપું સુખ મનગમતા રે... 
મુજ પર પ્રેમસાગર ઉભરાવું રે, 
જ્ઞાનરૂપી કુમુદને વિકસાવું રે...            
કરુ એનાં સર્વે ગુણોનું પોષણ રે, 
કહે જ્ઞાન બોલ્યા સ્વામિનારાયણ રે...  

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી