તમે વાલીડા ! રોકો માં વાટ રે રે, સમજો તો સારું..૩/૪

તમે વાલીડા ! રોકો માં વાટ રે, સમજો તો સારું ;
આવી લૂંટો છો શાને માટ રે, મોહન મહી મારું. તમે0 ટેક.
અમારે-તમારે રે, કાના મારગ સહીયારો રે ;
શીદને દેખાડો રે એવો તમે ડારો રે. સ0 1
આરે મારગડે રે, મારે દહાડી દહાડી જાવું રે ;
આદરી બેઠા છો, તમે કામ આવું રે. સ0 ર
નથી કહ્યાનું બારું રે, સમજીને રહ્યાનું રે ;
છાસમાં તે, માગો દાણ શાનું રે. સ0 3
બ્રહ્માનંદના રે વહાલા મનમાં વિચારો રે ;
મેલો તમે મારગ અમારો રે. સ0 4

મૂળ પદ

માવો ઉભો મારગડા માંહ્ય રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી