ત્રિકોણને ચિત્તે રાખી જે સભારે રે૧૪/૧૬

ત્રિકોણને ચિત્તે રાખી જે સંભારે રે,
ટાળુ એના ત્રિવિધ તાપ આ વારે રે...૧
સ્થૂળ સૂક્ષ્મ કારણ એ ત્રણ દેહ રે,
તેથી જુદો કરુ બ્રહ્મરૂપે એહ રે...૨
આપુ મારી સદાકાળ સેવા ભકિત રે,
વળી એને કરાવું મુજમાં આસકિત રે...૩
ત્રણ ગુણ વળી અવસ્થાઓ ત્રણ રે,
ઇષ્ણાઓથી મુક્ત કરુ એજ ક્ષણ રે...૪
આવું ફળ ત્રિકોણ ધ્યાનથી આપું રે,
વળી જ્ઞાન દાસને મારે હૈયે ચાંપું રે...૫

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી