દાણ માગે છે કાનો દહાડી રે દાણ માગે છે દહાડી દહાડી રે..૪/૪

દાણ માગે છે કાનો દહાડી રે, દાણ માગે છે દહાડી દહાડી રે,
જશોદા વારોને, માડી ! દા0 ટેક
આજ અકેલી ગઇ'તી અસુરી, મહીડાંની મટુકી ઉપાડી રે. દા0 1
આવી અચાનક ઘેરી મુજને, લઇને ગોવાલીડાં ધાડી રે. દા0 ર
ઉપર તો એ સાધુ સરખો, ઘટમાં ભરી છે એને ઘાડી રે. દા0 3
બ્રહ્માનંદ કહે મસ્ત કર્યો તમે, ઝાઝું માંખણ જમાડી રે. દા0 4

મૂળ પદ

ભરવા દેને મુને પાણી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી