કાના ! મારી મટુકી મેલોને..૨/૪

કાના ! મારી મટુકી મેલોને મહારાજ. ક0 ટેક
મારગમાં રોકો માં ! મોહન, ખોટી થાયે ઘરડાનાં કાજ. ક0 1
કાલ ગઇ'તી હું તો દાણ ચુકાવી, આવીને ઉભા છો શીદ આજ. ક0 ર
કર જોડીને વહાલા કહું છું તમને, ચાલ્યો જાયે સખીનો સમાજ. ક0 ૩
બ્રહ્માનંદ કહે કાંઇક રાખો, લોકડીયાંની તમે લાજ. ક0 ૪

 

મૂળ પદ

કાના ! આવી બાઝો માં જો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી