એક સમે હરિ વનમાં ઉભા વેણ વાય રે.૧/૨૪

 એક સમે હરિ વનમાં, ઉભા વેણ વાય રે. ટેક

લઇ મટુકી ગોપિકા, મહી વેચવા જાય રે.          ઉ0 ૧
બેઉને તે મેળાપ થયો, વનમાં એકાંતે રે ;
ગોપી સાથે ગુંજ કરી, ખાંતીલે ખાંતે રે.             ઉ0 ૨
રસ ભરી રંગ રાડ થઇ, વૃન્દાવનની વાટે રે ;        
રાધિકાને રોકી રહ્યા હરિ, દાણને માટે રે.          ઉ0 ૩
રોષ ભરાણી રાધિકા, બોલી વેણ અટારાં રે ;          
તે માથે મારે નાથજી, માર્યો મેણલાં સારાં રે.    ઉ0 ૪
સ્હામસ્હામો સંવાદ થયો, એકાંત ઠેકાણે રે ;            
એ લડાઇની વાત, બ્રહ્માનંદ જાણે રે.                ઉ0 ૫

 

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી