ધીરે રહે ધુતારડી હવે જાઇશ મેલી રે..૪/૨૪

ધીરે રહે ધુતારડી, હવે જાઇશ મેલી રે ; ટેક
વાટ જોતાં વનમાં મળી, છે આજ અકેલી રે. હ0 1
નંદબાવાની નિંદા કીધી, ત્હેં કે બીજી કોયે,
એ ગુન્હામાં રોળ કરું હું, તે તું ઉભી જોયે. હ0 ર
હું તો રાજા આદ્ય જુગાદી, લઇશ દાણ નચિંત ;
તું શું જાણે ગુજરી ઘેલીરાજદુવારની રીત. હ0 3
આણ દાણના ધણી અમે છું, દેશપતિ દેસોત ;
દાણ ચોરીમાં તુજને રાખીશ, મહી મટુકી સોત. હ0 4
મદની માની શું મરડાય છે, શું હલાવેછ ડોક ;
બ્રહ્માનંદ કહે મેલ બડાઇ, બાપ તારો મારો લોક. હ0 5

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી