કુંણ છો છોરા જાતનો બોલે છે વાત આવી રે ..૫/૨૪

કુંણ છો છોરા જાતનો, બોલે છે વાત આવી રે ;           ટેક.
હાથ આવ્યો તો હમણાં આપીશ દાણ ચુકાવી રે.          બો0 ૧
હું બેટી ભ્રખુભાણની કહાવું, તારો મારે શું ભાર ; 
કંસના રાજમાં નંદ સરીખા, હશે લાખ હજાર.             બો0 ર
દાણ શોભે દરબારમાં ઘેલા જેને ઘેરે રાજ ;     
તું ગોકુલમાં ગાયું ચારી, કરે પોતાનું કાજ.                       બો0 3
શીદ જોયે અલ્યા નંદના છોરા, તારે એવડી તાણ.       
મથુરાથી નાશી આવ્યો આંહી, માગવા લાગ્યો દાણ.       બો0 ૪
રેહે પોતાની રીતમાં પાધરો, જાણિયે છિયે તારી જાત ;  
બ્રહ્માનંદ કહે મોટો થાશે, એમાંથી ઉતપાત.              બો0 ૫ 

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી