વાલા દયા અતિશે તે કીધી રે, લેરખડા લેરી૩/૪

વાલા દયા અતિશે તેં કીધી રે, લેરખડા લેરી.
મને તુમાં હેતે બાંધી દીધી રે, લેરખડા લેરી...૧
વાલા તારી વાલપને જોઇ રે, લેરખડા લેરી.
મેં તો તન મન શુધ બધી ખોઇ રે, લેરખડા લેરી...૨
નથી રે'વાતું મને તુજ વિના રે, લેરખડા લેરી.
રહેજો હેતે હૈયે રંગભીના રે, લેરખડા લેરી...૩
તારી આંખો અમીરસ ભરી રે, લેરખડા લેરી.
હું તો પાન કરુ પ્રેમે કરી રે, લેરખડા લેરી...૪
જોઇ જોઇ વાધે વાલા પ્યાર રે, લેરખડા લેરી.
જ્ઞાનસખીના પ્રાણ આધાર રે, લેરખડા લેરી...૫

મૂળ પદ

વાલા તારી મૂર્તિમાં મન જોડું રે,

મળતા રાગ

વાલા લાગો છો વિલો આધાર રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી