જોર વધ્યું તારું ગુજરી તું તો બલે ભરાણી રે..૬/૨૪

જોર વઘ્યું તારું ગુજરી, તું તો બલે ભરાણી રે ; ટેક.
હું ઝાઝું કેહેતો નથી, મારી રૈયત જાણી રે. તું0 1
છકી ગઇ તું છાસની, પીતલ બુદ્ધિ થોડી રે ;
રાજની રીતમાં શું જાણે તું લોકની છોડી રે. તું0 ર
મનમાં તારે માનની ઝાઝો, દોલતનો છે દોડો ;
આજ તારા હું આ ઠેકાણે, કરીશ પૂરાં કોડ. તું0 3
મોટા સાથે માન રાખીયે, રેહેવું જેની છાંય ;
કંસનો હું વંશ કાઢીશ, થોડા દહાડામાંહ્ય. તું0 4
બળમાં એલી શું બોલે છે, ફાટે મોઢે ફેલ.
બ્રહ્માનંદ કહે કે દી થયો એલી, તારો બાપ પટેલ. તું0 5

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી