કેમ અલી તું નથી માનતી. દીસે નિર્લજ નારી રે ૧૦/૨૪

કેમ અલી તું નથી માનતી, દીસે નિર્લજ નારી રે ;                ટેક.
હજી તો તારા મનમાં દીસે આમળો ભારી રે.             દી0 ૧
તુને ઝાઝું શું કહીયે, તારે લાજ મળે નહીં લેશ ; 
એકલી જોને વનમાં આવી, શીશ સમારી કેશ.            દી0 ૨
છો કુમારી ને પ્રાક્રમ ભારી, ઓળખી મેં તુને આજ ;      
મહીનું મિષ લઇ નીકળી, તું તો, કરવા બીજું કાજ.             દી0 ૩
રીત મારી તો હું ન મેલું, કર તું કોટિ ઉપાય ;  
દાણઅમારું દીધા પછી, મન માને ત્યાં જાય.             દી0 ૪
હાથ બજાવીને કહું છું તુને, સુધી સાચી વાત ;   
બ્રહ્માનંદ કહે આજ તો તારે રેહેવું પડશે રાત.            દી0 ૫ 

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી