ઘેલી જાતની ગુજરી બોલ માં વણવિચાર્યું રે ..૧૨/૨૪

ઘેલી જાતની ગુજરી, બોલ માં વણવિચાર્યું રે ;                    ટેક.
નીશ્ચે જાણે નહીં થાયે, કાંઇ તારું ધાર્યું રે.                          બો0 ૧
શુદ્રની થઇ છોકરી આવા બોલ માં મોટા બોલ ; 
મુખ બોલતાં મેં કીધો, તારી વાતમાં તારો તોલ.           બો0 ૨
તું જાણે છે કંસ મોટો, પણ હું ન જાણું ભાર ;    
દાણ અમારું દઇને સુખે, કરજે જઇ પોકાર.                બો0 ૩
તું જાણે છે હું જેવી કોઇ, નથી જગમાં નાર ;    
તું જેવી બહુ દાસિયું મારે, પાણીભરણહાર.         બો0 ૪
તેં કહ્યું મારું કુટુંબ ઝાલી, મંગાવું દરબાર ;      
બ્રહ્માનંદ કહે વાંધો તારે, ઘરે જાવામાં વાર.                      બો0 ૫  

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી