ચાલ્યો જાને છોકરા શું છે ભાર તારો ..૧૩/૨૪

ચાલ્યો જાને છોકરા, શું છે ભાર તારો રે ;ટેકતારે કીધે મહી મટુકી, નહીં ઉતારું રે.    શું0 ૧
નાને મોઢે નિર્લજ છોરા, બોલ માં મોટી વાત ;કંસની બીકનો ભાગ્યો તું, આંહી આવ્યો તો અધરાત.     શું0 ૨
તે તું કહે છે કંસનો મારે મનમાં ન મળે ભાર ;જેની બીકે મેલી આવ્યો, પોતાના ઘરબાર.       શું0 ૩
ભુતલાગ્યું કે ભાંગ ખાધી, આવો અકાળો થયો કેમ આજ ; તારા પાપમાં નંદ-જશોદાની, લોકમાં જાશે લાજ. શું0૪
હું તારા નથી હાથમાં બેઠી, નથી તારી ઓશિયાળ ;બ્રહ્માનંદ કહે છેડ કરીશ તો, ખાઇશ ઝાઝી ગાળ. શું0 ૫

 

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી