જા રે છોરાં જુઠડાં તુંથી કુંણ બોલે રે.૧૫/૨૪

જા રે છોરાં જુઠડાં, તુંથી કુંણ બોલે રે ;   ટેક.
આવા ગેબના ડીંગ મારે છે, શાને ઓળે રે.       તું0 ૧
તેં રૂડો વેપાર માંડયો, તેનો નંદને જડશે લાભ ; 
આવી વાત કરે છે તે, તૂટી પડશે આભ. તું0 ૨
જોજો ભાઇઓ લોકમાં ચાલ્યું, વચમાંથી તોફાન ;
બાપ ને મા બે બાન પડયાં, તેનો પુત્ર થયો ભગવાન.    તું0 ૩
સાંજ-સવારે હેરણાં હેરે છે, ઘેરે છે આવી ઘાટ ;  
કહે કુણ લખી કાગળ આપ્યો, વનમાં રોકે વાટ.  તું0 ૪
જેને તેને કેડે દોડે છે, કરે છે ઝાઝી જેલ ;       
બ્રહ્માનંદ કહે નહીં ચાલે તારાં મારે આગે ફેલ.    તું0 ૫ 

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી