તું શું જાણે વાત તારી જાત નીચી રે..૧૬/૨૪

તું શું જાણે વાત, તારી જાત નીચી રે ; ટેક.
મહી તારું માંકડાંને સર્વે નાખીશ વહેંચી રે. તા0 1
વારે વારે વઢતાં લે માં, નંદજીનું તું નામ ;
ગોકુલમાંથી ગુજરી તારા, બાપનું ટળશે ઠામ. તા0 ર
આંખ ચડાવીને આકરી બોલેછ, ઝાઝું જણવે જોર ;
ઠરડ કાઢીને ઠાવકી હું તુંને, કરીશ પાઘરી દોર. તા0 3
કહે તારો હવે કુણ ધણી, તું આવી ઝલાણી બાંન ;
બીજાની તો વાત રહી, હું તારો તો ભગવાન. તા0 4
લાલચ હોય જો ઘેર જાવાની, તો મનનો મેલ મરોડ;
બ્રહ્માનંદ કહે મુજ આગે, તું રહે ઉભી કર જોડ. તા0 5

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી