જાણું છું તુને જુઠડી એલી બોલ માં ઝાઝું રે ..૧૮/૨૪

જાણું છું તુને જુઠડી, એલી બોલ માં ઝાઝું રે ;     ટેક.
અંગ ભર્યું અવળાઇથી, તારું રોમ ન સાજું રે.      એ0 ૧
માણસની પેઠે દાણ માંગ્યું, મેં તુજ પાસે બહુ વાર ;      
વાતમાં તું સમજી નહીં, તુંને લાત તણો અધિકાર.       એ0 ર
કરગરીને મેં કહ્યું જે, દે અમારું દામ ;  
નારી મૂરખ ઢોલ નગારું, કુટયું જ આવે કામ.     એ0 ૩
મેં જાણ્યું મારા લોકની છોડી, કયાં દેખાડું ત્રાસ ;
તું સુધી બળમાં ભરાણી, કરવા માંડી હાસ.        એ0 ૪
સારી પેઠે શિખામણ આપી, મેલીશ પાછી ઘેર ;  
બ્રહ્માનંદ કહે જોને ઉભી, થાશે લીલા લેહેર.       એ0 ૫

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી