છોકરી તારા મનમાં તું તે શું જાણે છે રે..૨૦/૨૪

છોકરી તારા મનમાં, તું તે શું જાણે છે રે ;       ટેક.
બોલતાં ચાલતાં વાતમાં, તું અહંકાર આણે છે રે. તું0૧
તુંકારો દઇ બોલિયે તેને, જે હોય પોતા તોલ ;  
મુજ આગે તું શા લેખમાં, બોલછ આવા બોલ.    તું0૨
મારો મહિમા બ્રહ્મા જાણે, શિવ જાણે કે શેષ ;    
નારદને સનકાદિક જાણે, ઇન્દ્ર જાણે કાંઇક લેશ. તું0૩
હું સારું તો તપ કરે કંઇ, જોગી વનમાં જાય ;   
આસનથી ઉઠે નહીં નિત, બેઠા ધ્યાન લગાય.    તું0૪
તુજને કયાંથી શુદ્રની છોડી, બોલવું મારે સાથ ;  
બ્રહ્માનંદ કહે તેં ભરી અલી, આભ સંગાથે બાથ.  તું0૫

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી