જો વીચારીને ગુજરી તારી જાત ખોટી રે..૨૨/૨૪

 જો વીચારીને ગુજરી, તારી જાત ખોટી રે ; ટેક.

કામ તો તારાં અતિ મોટાં, દીઠામાં છોટી રે. તા0 1
રંગ ભરી અતિ છે રૂપાળી, સુંદર દીસે સાજ ;
જે જોઇએ તે છે તારે પણ, એક મળી નહીં લાજ.તા0 ર
હું કેને રહું વાસ એલી, સૌ રહે મારે રહેવાસ ;
તારા બાપ સરીખાં મારે, બેઠા વાઢે ઘાસ.         તા0 3
તું કહે છે હું દાણ ન આપું, પણ લઇશ વ્યાજ સહિત ;
કુણ મુને ભુંડો કહેશે, અલી લેતાં મારી રીત. તા0 4
તું પાસેથી મેં ધારી છે, ધન લીધાની ધાંખ ;
બ્રહ્માનંદ કહે હું ડરું નહી, એમ ચડાવે આંખ. તા0 5

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી