એવાં એવાં વેણ સુણી વહાલો હસવા લાગ્યા રે..૨૪/૨૪

એવાં એવાં વેણ સુણી, વહાલો હસવા લાગ્યા રે ;                  ટેક.
હેત કરી હૈડામાં ભીડી, આવી આઘા રે.                                    વ0 1
રીસ ટળી ને રીઝ થઇ, રાણી રાધિકા સાથે રે ;     
બહુ પ્રકારે બોલાવી, હસી ઝાલી હાથે રે.                                  વ0 ર
પાયે લાગી પ્રેમદા, હેતેશું હરિને રે ;          
પ્રેમથી ઝાઝું મહી પાયું, મનુવાર કરીને રે.                              વ0 3
કાન કહ્યું તે રાધિકા કીધું, રાધા કહ્યું તેમ કાન ;              
ગુણવંતે ગોપીને કીધી, રસમાંહી ગુલતાન.                             વ0 4
આનંદ વાધ્યો એક થયાં, પ્રીતમ પ્યારી રે ;           
જોડ રંગીલી ઉપરે, બ્રહ્માનંદ વારી રે.                                     વ0 5 

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી