પ્યારી લાગે શામળિયા, મૂર્તિ તમારી વા’લા ૧/૧

પ્યારી લાગે શામળિયા, મુરતિ તમારી વા'લા,
પ્યારી પ્યારી લાગે મને અતિ પ્યારી લાગે.. ટેક.
મુખડું જોઇને મોહન તારું મોહી રહી, મોહી રહી,
રાત'દિ તેમાં ચિત્તડુ મારું પ્રોઇ રહી, પ્રોઇ રહી,
પ્યારી પ્યારી આંખોમાં, જાદુ મેં તો જોયું વાલા.. પ્યારી૦ ૧
લાલ રૂપાળા હોઠ રસાળા શોભી રહ્યાં, શોભી રહ્યાં,
દર્શન કરતા નયણા મારા લોભી રહ્યાં, લોભી રહ્યાં,
નમણી તારી નાસિકા, નિરખી હું તો હરખી વા'લા.. પ્યારી૦ ૨
રૂડી રંગીલી છબી સલુણી ધારુ હૈયે, ધારુ હૈયે,
જ્ઞાનસખી કહે શોભા તમારી નાવે કહ્યે, નાવે કહ્યે,
રૂડી રસિલી મૂર્તિમાં, મનડું મારૂ મોહ્યું વા'લા.. પ્યારી૦ ૩

મૂળ પદ

પ્યારી લાગે શામળિયા, મૂર્તિ તમારી વા’લા

મળતા રાગ

છૂમ છૂમ બાજે ઘુઘરીયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી