તારી લાવણ્યમાં લેવાણી, વાલા રે મારા નવલ વિહારી ૨/૪

તારી લાવણ્યમાં લેવાણી, વાલા રે મારા નવલ વિહારી	...ટેક.
મૂરતિ મનોહર જોઈને તારી, ભૂલી હું ભરવું પાણી		...વાલા રે૦ ૧
પૂરણચંદ્ર સરીખું મુખડું, ભ્રકુટિમાં ભરમાણી		...વાલા રે૦ ૨
છોગલિયે ચકચૂર થઈ છું, ડોલરિયા વ્રજદાણી		...વાલા રે૦ ૩
બ્રહ્માનંદ કહે જોઈ તારાં નેણાં, વેણાંમાં વેંધાણી		...વાલા રે૦ ૪
 

મૂળ પદ

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0