એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ ૧/૧

 

એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ, 
વહાલો મારો શ્રીહરિજી મુક્તોની સંગાથ... ટેક.
માથે ધોળી પાઘ સુંદર, જુઓ પહેરી શ્યામળે, 
મુખ મનોહર મોહનજીનું, શોભે સુંદર હાર ગળે, 
પ્રાણ પ્યારી તારી મૂર્તિ, મારી છે મીરાથ.. એ૦
રૂડુ ભાલ વિશાળ વાલા શોભે તેમાં ચાંદલો, 
કાને કુંડળ શોભે સુંદર, કંઠો શોભે છે ભલો, 
કેવા વાલા તારા રૂડા, લાગે છે આ હાથ... એ૦ ૨
જામે પડ્યો જામો મને, સુંદર સુરવાળ છે, 
સહજાનંદજી સ્વામી મારા, ભકિતમાના બાળ છે, 
આવો આવો વાલા તમે, મારા પ્રાણનાથ... એ૦ ૩
જ્ઞાનજીવન કહે મારી, આંખડલીના તારા છો, 
શ્રીજી મારા હૈયા કેરા, પ્રાણ અતિ પ્યારા છો, 
રહો રહો રહો હરિ, સદા મારી સાથ... એ૦ ૪

મૂળ પદ

એ આવ્યા આ આવ્યા જુઓ આવ્યા નાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0