મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ તમારી ૧/૧

મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ તમારી, મૂર્તિ પ્યારી લાગે,
જોઇ શ્રીજી સુંદર રૂપ મનોહર, દુઃખડા મારા ભાગે.. ટેક.
પીળા પહેર્યા પ્યારા વાઘા, શોભે સોના જેવા,
પીળો સાફો રૂડો મજાનો, છોગલીયે ભાવ જાગે..મારા૦ ૧
મોતીએ મઢેલ કલગી સોનાની, પીંછી લાલ ને ધોળી,
મોતીડા કેરો તોરો લટકે, ફુમકું વાલુ લાગે..મારા૦ ૨
પ્યારુ પ્યારુ મુખડું લાગે, લેવા ચુંબી ચિત્ત લલચાયે,
જામાની લટકે ચાળ સોનેરી, સુરવાળ પીળો શોભે..મારા૦ ૩
રૂડી જાંબલી ભેટ બાંધી છે, ગુલાબી ધાર્યો ખેસ,
કંઠો રૂડો જડીયેલ હીરે, મુજને પ્યારો લાગે..મારા૦ ૪
શોભે સારો હાર સોનાનો, ગુલાબનો ચિત્ત ચોરે,
હાથે ગજરો ધાર્યો હરિ, તેને જોઉ હું વ્હાલે..મારા૦ ૫
ચરણે ઝાંઝર શોભે વાલા, આંગળીએ વેઢ વીંટી,
મૂર્તિ પ્યારી હૈયે ધારી, જ્ઞાનજીવન બલિહારી..મારા૦ ૬

મૂળ પદ

મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી