છોગાળાજીને સંગે પ્રીત લાગી છે..૮/૮

છોગાળાજીને સંગે, પ્રીત લાગી છે ;     
રસબસ થઇ નૌતમ રંગે, પ્રીત લાગી છે.
ફૂલાંની સુંદર માળા, પ્રી0 તેણે લાગે રુપાળા.      પ્રી0 ૧
કાનુમાંકુંડળ લળકે, પ્રી0 સોનેરી ફેંટો ઝળકે.      પ્રી0 ૨
એની મોરલડીને તાને, પ્રી0 વળી સુંદર ભીને વાને.     પ્રી0 ૩
ગોવાળા સંગે ખેલે, પ્રી0 વળી માથે છોગાં મેલે.   પ્રી0 ૪
કહે બ્રહ્માનંદ કાનુડો, પ્રી0 હૃદીયામાં લાગે રુડો.  પ્રી0 ૫

મૂળ પદ

મારા મંદિરયામાં હેલી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી