ડોશીનેં શિદ લાવ્યા હરિજી ડોશીનેં શિદ લાવ્યા રે ૧/૧

ડોશીનેં શિદ લાવ્યા હરિજી, ડોશીનેં શિદ લાવ્યા રે,
બાર વરસના લાલજી, તમે ડોશીનેં શિદ લાવ્યા રે. ટેક.
માથું જાણેં ફાડકુંને, પાપણ નીચાં આવ્યાં રે ;
અત્તર દખણ નેંણાં ચાલે, નાકે પાણી લાવ્યાં રે. બાર0 1
ફાંફા બોલેનેં ફોફળ ચાવે, હાથ લકડીઆં ઝાલે રે.
ઘુંટણ ઉપર હાથ મેલેનેં, એવડ બેવડ હાલે રે. બાર0 ર
ધન્ય જશોદા માવડી, અણશોભતાં લાવ્યાં વવારાં રે,
સો વરસનાં લેરખડી, તમેં ક્યા હતાં ? કુંવારાં રે. બાર0 3
બ્રહ્માનંદ કહે કાનો પરણ્યા, તેનાં ભાગ્ય ઉઘડીયાં રે,
લાડકવાયા લાલજીને, જોતાં એવાં જડીયાં રે. બાર0 4
* ‘શ્રીજીની લીલાનાં પદો' એ પુસ્તકમાંથી આ પદ લીધેલ છે.

મૂળ પદ

ડોશીનેં શિદ લાવ્‍યા હરિજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી