મૂર્તિ તમારી લાગે મને પ્યારી સહજાનંદ હરિ રાખું હૈયે ધારી ૧/૧


મૂરતિ તમારી લાગે મને પ્યારી, સહજાનંદ હરિ રાખું હૈયે ધારી...  ટેક.
મોરપીંછ રંગના વાઘા રૂપાળા, જોયા કરું હું ઘડી ઘડીયે, 
છોગુ સોનેરી કલગી ગુલાબી, શોભે તારી પાઘડીયે, 
મારા વાલા તારી, મુખ શોભા સારી...                                      મૂરતિ૦ ૧
ખેસ પીળુડો મોતીની માળા, ચાંદીનો હાર ઘુઘરીયાળો, 
ચંપો ગુલાબ ને ગુલદાવદીનો, ગુંથેલ હાર છે રૂપાળો, 
પ્રાણ પ્યારા તારી, છાતી પ્યારી પ્યારી...                                   મૂરતિ૦ ૨
હાથ રૂપાળા રાતા રસાળા, ગુલાબી રેખાએ શોભી રહ્યા, 
ચરણે સુંદર પહેર્યા છે ઝાંઝર, મનડે મારે તે વસી ગયા, 
વ્હાલી વ્હાલી આંગળીયું, ઉપર જાઉં વારી...                            મૂરતિ૦ ૩
રૂપાળા હાથમાં રૂમાલ સાથમાં, સંતોને બાથમાં લ્યો છો હરિ, 
કાનમાં ધારેલ લટકણીયે તો, મનડું મારું ગયું છે ઠરી, 
મૂરતિ રૂપાળી મૂડી હરિ મારી...                                             મૂરતિ૦ ૪
પાતળી કેડે પહેર્યો કંદોરો, ચિત્તડુ ચોરો છો શ્યામળીયા, 
કંકણ કરમાં શોભે છે સુંદર, જ્ઞાનજીવનના પાતળિયા, 
આવા મારા હૈયે રહેજો અવતારી...                                         મૂરતિ૦ ૫

 

મૂળ પદ

મૂર્તિ તમારી લાગે મને પ્યારી

મળતા રાગ

પહાડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી