છેલા તારું છોગલું અતિ સારું રે જોઇ મોહી રહ્યું મન મારું રે..૧/૪

છેલા તારું છોગલું અતિ સારું રે, જોઇ મોહી રહ્યું મન મારું રે.      છે0 ટેક
રૂડાં લટકાં કરો છો લહેરી રે, બાંધી પાઘ ગુલાબી ઘેરી રે.મારી નિરખી આંખડલી ઠેરી.      છે0૧
જોઇને મોહીછું ચંદન ખોરે રે, તારી મૂરતિ વસી દિલ મોરે રે ;કીધી ઘાયલ ફૂલાં કેરે તોરે.      છે0૨
કાજુ શોભે છે ભમર કાનસિયાં રે, બહુ અત્તરમેં રસબસિયા રે ;બ્રહ્માનંદને આવી દિલ વસિયા.   છે0૩

મૂળ પદ

છેલા તારું છોગલું અતિ સારું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી