આવો આવો લાલજી લટકાળા રે મોતીડાંની પેરાવું હું માળા રે..૨/૪

આવો આવો લાલજી લટકાળા રે, મોતીડાંની પેરાવું હું માળા રે ;    આ0 ટેક
કાજુ ફૂલડે તે સેજ બિછાવું રે, આગે પગભર ઉભી ગાવું રે ;             
આવો મંદિરમાં પધરાવું.                                                                   આ0 1
દૂધ પાઇશ ગાવડલી દોઇને રે, માંઇ નાખીશ સાકર ધોઇને રે ;      
રાખું આંખડલીમાં પ્રોઇને.                                                                  આ0 ર
ભાવે આવોને રંગડાના ભરીયા રે, હેતે પ્રાણ મારા તમે હરીયા રે ;
બ્રહ્માનંદના વાલા ડોલરિયા.                                                              આ0 3 

મૂળ પદ

છેલા તારું છોગલું અતિ સારું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
1