કાના તારા રૂપની બલિહારી રે મનવૃત્તિ લોભાણી છે મારી..૪/૪

 કાના તારા રૂપની બલિહારી રે, મનવૃત્તિ લોભાણી છે મારી. ક0 ટેક

કાને કુંડળ નૌતમ રાજે રે, છોગાં નવલ કલંગીછાજે રે ;
આવે દેવ ત્રિયા જોવા કાજે. ક0 ૧
ફૂલ ગજરા બાજુબંધ ફાવે રે, છબી ચિત્તડાંને લલચાવે રે ;
જોતાં નેણ ત્રપત ન થાવે. ક0 ૨
રંગે ખેલો છો પલવટ વાળી રે, વાઓ છો મોરલી રૂપાળી રે ;
બ્રહ્માનંદના વહાલા વનમાળી. ક0 ૩

મૂળ પદ

છેલા તારું છોગલું અતિ સારું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી