દાંત દાડમકેરા બીજડા રે શોભે નાસા દીપ સમાન, વ્રજના અજુવાલ ..૩/૪

દાંત દાડમકેરા બીજડા રે, શોભે નાસા દીપ સમાન, વ્રજના અજુવાલ ;
મોહન ગોર કપોળમાં રે, થઇ વ્રજનારી ગુલતાન મેરમ મતવાલા. 1
કામણગારા કાનજી રે, તારું રસિક મનોહર રૂપ, ઉભી જોવાને ;
ભૂધર કીધું ભાલમાં રે, તમે કેસર તિલક અનુપ, મનડાં મોવાને.
અધર પ્રવાળાં સરખાં રે, તારું મુખડું પૂરણચંદ, નટવર નાગરજી ;
બહુનામી રૂડી બની રે, તારી બાનક બાલમુકુંદ, સુખનાસાગરજી. 3
કાજુ પેરી તમે કોટમાં રે, વારી મોતીડાંની માળ, સુંદરવર છેલા ;
બ્રહ્માનંદનું મન ઝાલવા રે, માંડી પ્રેમ તણી એ જાળ, રંગડાના રેલા. 4

મૂળ પદ

છેલ છબીલા તારે છોગલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી