ઘોળી જાઉં ગિરિધારી લાગી મુને લેરખડા આવી આંખડલી તારી રે..૧/૪

ઘોળી જાઉં ગિરિધારી, લાગી મુને લેરખડા આવી આંખડલી તારી રે.                                       ઘો0 ટેક
વ્રજના જીવન વાલમા, તારી અજબ આંખડી ;જોતાં પેલી જાદવા, હું તો ઘાયલ થઇ પડી રે.        ઘો0 ૧
અંબર ભૂલી ઓઢવાં, ભૂલી કાંબી ને કડલાં ;હરિવર રહ્યાં છે હાથમાં, મારે ઘરનાં કામડલાં રે.       ઘો0 ૨
રસિયા તારા રૂપમાં, રહ્યું છે મન મારું મોઇને ;બ્રહ્માનંદના વાલમા, લીધી નેણુંમાં પ્રોઇને રે.         ઘો0૩ 

મૂળ પદ

ઘોળી જાઉં ગિરિધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી