છોગું તારું ખુત્યું આવીને મારા ચિત્તમાં રે,..૨/૪

છોગું તારું ખુત્યું આવીને મારા ચિત્તમાં રે,રટના લાગી છે તારી દિન રાત રે,     
થઇ મતવાળી ડોલું છું આનંદમાં રે,ભાળી તારાં નવલ મોલીડાંની ભાત રે.    છો0 ૧
ભારી અતિ શોભા અલોકિક ભાલની રે,જાદવ મુખથી કહી નવ જાય રે ;       
ભ્રૂકુટી વંકી રંગીલી ભરી ભાવની રે,જોઇ જોઇ દેવ ત્રિયા લોભાય રે.  છો0 ૨
અતિઅણિયાળી ગુલાબી ઘેરી આંખડી રે,હૈડે નવલ ગુલાબી હાર રે ;    
કાજુ ગજ મોતી બિરાજે બેઉ કાનમાં રે,પ્યારા મારે જોઇને વાધે તે ઘણો પ્યાર રે.     છો0 ૩
નમણી ઊંચી અલોકિક નાસિકા રે,ગિરધર શોભે ગૌર કપોલ રે ;  
છેલ છબીલા તારા રૂપ સમુદ્રમાં રે,કરે છે બ્રહ્માનંદ કલ્લોલ રે.       છો0 ૪

મૂળ પદ

મુને વાલી લાગે રંગીલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી