આવીને અચાનક લાગી મુને આંખ રે..૪/૪

 

આવીને અચાનક લાગી મુને આંખ રે, 
જોને બેની કાનકુંવરની જોર રે ;
સાંજને ટાણે આવતા વાલો શેરીયે રે, 
સામો મળીએલ નંદકિશોર રે. આ0 1
હસીને છેલછબીલે સામું હેરીયુંરે, 
તેનો કોઇ ભેદુ જાણે ભેદ રે ;
ચિત્તડું મોયું લખાણિ જાણું ચિત્રમાં રે, 
થયાં છે કાંઇ છાતલડીમાં છેદ રે. આ0 ર
લાગતાં પહેલી પડી હું તો પ્રેમમાં રે, 
ધ્રૂજે તન ધરણી ટકે નહીં પાવ રે ;
બારલાં માણસ ન જાણે એ વેદના રે, 
થયો છે મારે અંતર અલોકિક ઘાવ રે. આ0 3
હવે મારે ઓસડ ન આવે બીજા અરથમાં રે, 
ભોળાં તમે માણસ મેલો ભીડ રે ;
જ્યારે બ્રહ્માનંદનો વાલો વૈદ્ય ભેટશે રે, 
ત્યારે સરવે તનની જાશે પીડ રે. આ0 4

મૂળ પદ

મુને વાલી લાગે રંગીલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી