કાજુ ભાલ તિલક કેસરનું રે..૨/૪

કાજુ ભાલ તિલક કેસરનું રે, વ્રજરાજ વિહારી ; 
જોઇ કારજ ભૂલી ઘરનું રે, વ્રજરાજ વિહારી. 
ભ્રૂકુટી અતિ રંગ ભરી છે રે, વ્ર0 નિરખી મારી નજર ઠરી છે રે. 	વ્ર0 ૧
કાંઇ આંખડલી કંકોલી રે, વ્ર0 જોઇ સરવસ નાખું ઘોળી રે. 		વ્ર0 ૨
નાસાની શોભા નોખીરે, વ્ર0 નિરખે શિવ જેવા શોખી રે. 		વ્ર0૩
બ્રહ્માનંદ કહે વદન રૂપાળું રે, વ્ર0 જોઇ અંતર થાય અજવાળું રે. 	વ્ર0 ૪

મૂળ પદ

પાઘડલી તારી પ્યારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી