કેસરનું તિલક સોહામણું, ગિરધારી રે, ૨/૮

	કેસરનું તિલક સોહામણું, ગિરધારી રે,
	ઝળકે છે સુંદર ભાલ, જાઉં બલિહારી રે		-ટેક.
રસ રેખડલી વિલસી રહી-ગિર૦ નીરખીને થઈ છું નિહાલ	-જાઉં૦ ૧
વારી બેહદ ભ્રકુટી વાંકડી-ગિર૦ જાણે કરડી શ્યામ કબાણ	-જાઉં૦ ૨
રૂપાળી ટસરું રાતડી-ગિર૦ લોચનિયાં તીખાં બાણ		-જાઉં૦ ૩
નાસા અણિયાળી નમણી-ગિર૦ જોઈ લાજે દીપક કીર	-જાઉં૦ ૪
બ્રહ્માનંદ કહે જોઈ રહેતી નથી-ગિર૦ ઉર દેવત્રિયાને ધીર	-જાઉં૦ ૫
 

મૂળ પદ

તારે ચટક રંગીલો છેડલો

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી